લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુર ખાતે કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.ત્યારે આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની ચર્ચા દરમિયાન કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સુચના આપતા જણાવ્યુ હતું કે ગામડાઓના સર્વાગી વિકાસ અને લોકોની સુવિધા માટે ગામતળ નિમવા જેવી અગત્યની બાબત અંગે ઝુંબેશ ઉપાડી તે દિશામાં નક્કર કામગીરી કરીએ સંસદ સભ્યઓ અને ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવતા પ્રશ્નોના જવાબ તેમને સમયમર્યાદામાં મળી રહે તે માટે હાર્ડકોપીની જેમ સોક્ટ કોપી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરાશે.આ બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ વેતન તથા સમાન કામ પ્રમાણે સમાન વેતન,લેબર લો હેઠળ કરવાપાત્ર કામગીરી,જમીનવિહોણા લોકોને સાંથણીની સરકારી જમીનની ફાળવણી કરવી,ગામતળ નીમ કરવા,ઇંટવાડાના ભઠ્ઠામાં કામ કરતા અન્ય રાજ્યના કામદારોની નોંધણી કરવી,મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરી,ખેડુત ખાતેદારને અકસ્માત વીમા સહાયની ચુકવણી,કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે અને સહાય બાબતે, ચિત્રાસણી નજીક નેશનલ હાઇવે પર સ્થાનિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા,અટલ ભૂજલ યોજના,ધાનેરા તાલુકામાં ખેતતલાવડી માટે જળસંચય અને સુજલામ-સુફલામ યોજના હેઠળ કરવામાં આવતા કામોનું સઘન મોનીટરીંગ થાય તથા રસ્તા અને પીવાના પાણીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.