લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ મુશ્કેલ બની

પાલિતાણા તાલુકાના પાંડેરીયા ઝોનની નીચેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 6 માસથી પાણીના વિતરણમાં રોજીંદા ધાંધીયા ચાલી રહ્યા હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જેમાં તાલુકાના અનેક ગામોમાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વધુ વિકરાળ બની રહી હોવાથી લાભાર્થી ગામોના લોકોને છતે પાણીએ ટળવળવાનો વારો આવ્યો છે.જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના કકળાટથી લોકો ત્રાસી ગયા છે.છેલ્લાં 6 મહિનાથી પાલિતાણાના પાંડેરીયા શેત્રુંજી નદીમાંથી નીચેના ગામોમાં પાણીની વિતરણ વ્યવસ્થાના અભાવે ગ્રામજનોમાં દેકારો જોવા મળી રહ્યો છે.જેમાં સિવિલ ડેપ્યુટી એન્જીનીયર અને ઓપરેટર સહિતના સ્ટાફની મનમાનીથી લાભાર્થી ગામોમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વધુ ને વધુ વિકરાળ બનતી જઈ રહી છે.જેમાં પાંડેરીયા,ભંડારીયા,વિજાનાનેસ,કદમગીરી,અયાવેજ 1 અને અયાવેજ 2,ચોક, મોરચુપણા,ફાસરા,સનાળા,વડાળ,રાથળી,સાંજણાસર તેમજ રાજપરા સહિતના ગામોમાં નીયમીતપણે અનીયમીત અને અપુરતા પ્રમાણમાં પાણી ફાળવાઈ રહ્યુ છે. આ સિવાય શેત્રુંજી આધારીત ગામોમાં વાલ્વમેન રાત્રીના સમયે અપુરતુ પાણી આપે છે ત્યારે પાણીની આ ગંભીર સમસ્યા અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમજ સરપંચો દ્વારા કંટ્રોલરૂમ ઉપરાંત ગાંધીનગર ખાતે વારંવાર રજૂઆતો કરવા છતાં તેનો યોગ્ય ઉકેલ લાવવામાં અકારણ વિલંબ થઈ રહ્યો છે.