પારડીના ઓરવાડ હાઇવે પર વલસાડ તરફ જતા રોડ પર ટ્રેઇલરનો પાછળનો ભાગ છુટી પડ્યા બાદ 6 કાર અડફટે આવી જતા અકસ્માત થયો હતો.ત્યારે કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો.અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ક્રેઇનની મદદથી વાહનો હટાવી લીધા હતા.જેમા અમદાવાદ તરફ કુલર ભરી જતા ટ્રેઇલરનું એક્ષલ તુટી ગયા બાદ ટ્રેઇલરનો પાછળનો ભાગ છુટો પડી જતા પાછળથી આવતી ઇકો,સેન્ટ્રો,એસયુવી,સ્વિફ્ટ સહિતની 6 કારોને અડફટે લેતા વિચિત્ર અકસ્માત થયો હતો.ત્યારે આ ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા.બાદમાં કારમાં ફસાયેલા લોકોને દરવાજાની બારીમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા.જેમા તમામનો બચાવ થયો હતો જ્યારે કેટલાક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.જે અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો.જેને લઇ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved