લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / માતા-પિતા બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને લઈ સેબી દ્વારા નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે.ત્યારે આ નિયમ હેઠળ માતાપિતા તેમના બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે.માતા-પિતા તેમના પોતાના ખાતામાંથી તેમના બાળકોના નામે સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે.જેના માટે જોઈન્ટ એકાઉન્ટ કે સગીર બાળકોનું ખાતું ખોલાવવાની જરૂર નથી.સગીરોના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ સગીર,માતા-પિતા અને સંયુક્ત બેંક ખાતામાંથી કરી શકાય છે.આ સાથે માર્કેટ રેગ્યુલેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે સગીરના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાયેલા પૈસા ઉપાડવા પર પૈસા ફક્ત સગીરના વેરિફાઈડ બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે.ત્યારે આ નવો નિયમ આગામી 15 જૂન 2023થી લાગુ થશે.