લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પરશુરામ જયંતિના દિવસે આદિપુરુષનું મોશન પોસ્ટર રિલીઝ કરાયુ

અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ઈદના અવસર પર પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.આ મોશન 5 ભાષા હિંદી,તેલુગુ,તમિલ, મલયાલમ અને કન્નડમાં છે.જેમાં ક્લિપ સાથે પ્રભાસનુ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.જેમાં તેને જોઈને સુપરહિટ ફિલ્મ બાહુબલી યાદ આવી જાય છે.આ પોસ્ટરમાં પ્રભાસને ભગવાન રામના લુકમાં જોઈ શકાય છે.તેના હાથમાં તીર અને ધનુષ દેખાય છે.ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ લીડ રોલ પ્લે કરશે.તેઓ આ ફિલ્મમાં ભગવાન રામનો રોલ પ્લે કરવા જઈ રહ્યા છે.બીજીતરફ આ ફિલ્મમાં કૃતિ સેનન,સૈફ અલી ખાન અને સની સિંહ પણ છે.આ ફિલ્મ આગામી 16 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થશે.