લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / પેસેન્જર વ્હિકલનું વેચાણ મે માસમાં 66%,જ્યારે ટુ વ્હીલરનું વેચાણ 65% જેટલું ઘટ્યું

પેસેન્જર વ્હિકલનું વેચાણ એપ્રિલ માસની તુલનામાં 66 ટકા ઘટીને 88,045 યુનિટ રહી ગયું છે.જેનું કારણ કોવિડ-19ની બીજી લહેર માનવામાં આવે છે.આમ આ વર્ષે એપ્રિલમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2,61,633 યુનિટ રહ્યું હતું.જ્યારે ટુ વ્હીલર સપ્લાય 65 ટકા ઘટીને 3,52,717 યુનિટ રહ્યું હતું.જે એપ્રિલમાં 9,95,097 યુનિટ હતું.આ સિવાય મોટરસાયકલોનું વેચાણ 56 ટકા ઘટીને 2,95,257 યુનિટ રહી ગયું હતું.આ જ પ્રકારે મે મહિનામાં સ્કુટરનું વેચાણ 83 ટકા ઘટીને 50,294 યુનિટ ઘટીને 3,00,462 યુનિટ રહ્યું હતું,જ્યારે થ્રી વ્હીલર્સનું વેચાણ 3,728 યુનિટથી ઘટીને 1,251 યુનિટ રહી ગયું.આમ વિવિધ કેટેગરીમાં વાહનોનું વેચાણ મેમાં 65 ટકા ઘટીને 4,42,013 યુનિટ રહી ગયું છે.