પાટણના બાલીસણા ખાતે આંગણવાડી કેન્દ્ર ન 185ના નવનિર્મિત મકાનનું પાટણ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રૂખસાના બાનું,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઇ પરમાર,પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ,ગામના સરપંચ મુક્તિબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને ફ્રુટ,ચોકલેટ તેમજ નાસ્તાનું વિતરણ કરી આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રને રંગોળી,તોરણથી સજાવી મકાનમાં કળશ સ્થાપિત કરી નાના બાળકોને ઉત્સાહ સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આ સિવાય વિવિધ વાનગીઓનુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.ડી.પી.ઓ દક્ષાબેન પટેલ,જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખામાંથી એસ.કે.પરમાર,ગીતાબેન પરમાર,દીપિકાબેન પટેલ,મુખ્ય સેવિકાઓ નયનતારા બેન,નીલમબેન,આંગણવાડી કેન્દ્રના કાર્યકર રંજનબેન નાયક, નીતાબેન સહિતની કાર્યકર બહેનો,તેડાગર બહેનો,સ્થાનિક અગ્રણીઓ,વાલીઓ તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved