ઉનાળાની શરૂઆત થતાં લોકોને પાણીની સમસ્યા સતાવતી હોય છે.ત્યારે પાટણના સરહદી વિસ્તાર એવા રાધનપુર અને સાંતલપુરમાં પાણીની સમસ્યાના કારણે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનને રજૂઆતો મળી હતી.જેને લઈ જિલ્લા કલેક્ટરે સ્થાનિક લોકોની વચ્ચે ગયા હતા અને તેઓની રજૂઆતો,પ્રશ્નો તેઓના મુખે સાંભળ્યા હતા.ત્યારે સ્થાનિક લોકોની સાથે સંવાદ કરતા પહેલા કલેક્ટરે સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જેમાં અધિકારીઓ પાસેથી રાધનપુર-સાંતલપુર પંથકમાં પાણીની શુ પરિસ્થિતી છે? કેટલા એમ.એલ.ટી પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે? કેટલા ગામ સુધી પાણી પહોંચે છે? કેટલી વસ્તીને આવરી લે છે?પાણી કેટલો સમય સુધી મળે છે? સહિતના મુદે વિગતો મેળવી હતી.સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કલેક્ટર સાંતલપુરની પ્રાથમિક શાળા નં 1 પર પહોંચ્યા હતા.જ્યાં ઉપસ્થિત સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરીને તેઓની મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ પણ ગામવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેઓએ સ્થાનિક લોકોને પાણી બાબતે પડી રહેલી મુશ્કેલીઓ જાણી હતી.આમ પાણીની વિતરણ વ્યવસ્થાથી લઈને ટેક્નિકલ ખામી હોય તો તેને સુધારવા જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને સુચન કર્યું હતુ.આ સિવાય કયા-કયા ગામોમાં ઓછા પ્રમાણમાં પાણી મળે છે તેની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું.કલેક્ટરે તમામ લોકોની રજૂઆતો સાંભળી તેમજ ત્વરીત પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતુ.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved