લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરાઇ

પાટણ જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાખંડમાં ગોઠવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે.જેમાં પાટણની જાફરી સ્કૂલ કામરાન કોમ્પલેક્ષ ખાતે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઓફિસરની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાનાં 40 કેન્દ્ર,112 બિલ્ડિંગ,1241 બ્લોકમાં 35,248 વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ગેરરીતિ આચરાઈ નથી તેની ચકાસણી અંદાજિત 20 થી 25 કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી.જેમા સીસીટીવી કેમેરાના ડેટા રેકોર્ડની ચકાસણી હાથ ધરવામાં આવી છે.