પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્રારા પાટણ જિલ્લા કલેક્ટર તરીકે કામગીરી બજાવી વિદાય લઇ રહેલા સુપ્રીતસિંઘ ગુલાટીને વિદાયમાન આપવાનો તેમજ પાટણ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત થયેલા અરવિંદ વિજયનને સત્કારવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જે વિદાય અને આવકાર સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોવિડની મહામારીના સમયે નાના કર્મચારીથી માંડીને અધિકારીઓ સાથે કલેકટર તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે કામ કરનાર તેમજ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે કરેલા કામોને વાગોળી તેઓને વિદાયમાન આપી ભેટ સોગાદો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જ્યારે બીજીતરફ પાટણ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળનાર નવનિયુક્ત અરવિંદ વિજયનને જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા સહિત જિલ્લા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા બુકે તેમજ સાલ ઓઢાડી આવકાર આપવામાં આવ્યો હતો.આમ વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમમા જિલ્લા પંચાયત કચેરીના વિવિધ વિભાગના વડાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved