જૈનોની તપોભૂમિ સમાન પાટણ શહેરમાં જૈન સંપ્રદાયના અનેકવિધ પ્રાચીન તેમજ અર્વાચીન દેરાસરો આવેલા છે.જે જૈન સમુદાયના લોકો માટે પૂજનીય બની રહ્યાં છે.ત્યારે શહેરની જનતા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર આવેલી ભારતી સોસાયટીના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સત્યસુંદર મહારાજની નિશ્રામાં 54મો ધ્વજારોહણ કાર્યક્રમ પાર્શ્વનાથના જયધોષ સાથે કરવામાં આવ્યો હતો.આમ પ્રતિવર્ષે જ્યેઠ સુદ ત્રીજના દિવસે જીનાલયની વર્ષગાંઠ મનાવવામાં આવે છે.ત્યારે આજે જીનાલયના 54માં મંગલ પ્રવેશ પ્રસંગે ધ્વજારોહણનો દિવ્ય પ્રસંગ મુનીશ્રી સત્યસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યજમાન પરીવાર ધર્મેશ સેવંતીલાલ પટવા દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ ધજાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.ત્યારબાદ મુનિસાહેબના વેદમંત્રો સાથે યજમાન પરીવાર સહિત સૌ કોઇ જનસમુદાયના લોકોએ જીનાલયની પ્રદક્ષિણા કરી હતી.ત્યારબાદ શુભમુહૂતમાં જીનાલયના શિખર પર શંખેશ્વર પાર્શ્વનાથના જયઘોષ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved