પાટણ નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા હાસાપુર વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક સમયથી પાણીના પ્રશ્નને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.જેમા હાશાપુર ગ્રામ્ય વિસ્તારનો બોર છેલ્લા કેટલાક સમયથી ફેલ થતાં નવીન બોર માટે પાલિકા પ્રમુખે કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી ગ્રાન્ટ માટેની રજૂઆત કરી હતી.જેને ધ્યાનમાં લઈને કલેક્ટર દ્વારા નવીન બોર બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર પણ કરી હોવાછતાં આજદિન સુધી આ નવીન બોરની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં ન આવતા આ વિસ્તારમાં આવેલ સહયોગ નગર,રાજદીપ,અમરદીપ,કૃષ્ણપાર્ક,ગોવિંદપાર્ક,ઓમનગર-1,ઓમનગર-2 સહિતની 10 જેટલી સોસાયટીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.ત્યારે આ સોસાયટીઓની મહિલાઓએ પાલિકા કેમ્પસ ખાતે આવી પાલિકા સત્તાધીશો તેમજ સરકારના વિરુદ્ધમાં સૂત્રોચાર કરી પોતાનો રોષ પ્રગટ કરી વિસ્તારમાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં નવીન બોર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved