લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો કલેક્ટરે તાગ મેળવ્યો

પાટણ જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન હવામાનના બદલાવને પગલે થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી પ્રવર્તી રહી છે,ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે સક્રિય બન્યું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.ત્યારે પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટીએ સરસ્વતી તાલુકાના જાળેશ્વર પાલડી ખાતે ભારે વરસાદના કારણે ખેતીમાં ખેડૂતોને થયેલા નુકસાની અંગે તાગ મેળવવા ખેતરમાં જઈને જાતતપાસ કરી ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.જેમા જિલ્લા કલેકટરની સાથે પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી,સરસ્વતીના ટીડીઓ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારી,કર્મચારીઓ,તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.