લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણ પાલિકાના ફાયર વિભાગ દ્વારા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી

મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડમાં ઇંગ્લેન્ડથી આવેલા એસ.એસ.ફોર્ટ સ્ટાઇકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમાં ધુમ્રપાનના તણખામાંથી અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે જહાજમાં રહેલા માલસામાન અને લોક સલામતી અંગે આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા કર્મચારીઓએ પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ-મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું ત્યારે કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોની જાનનું રક્ષણ કરવા પોતાની જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલને સમાન સેવાદિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામીઅનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.