પાટણ તાલુકાના સંખારી ગામથી પ્રજાપતિ ભાઈઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી સંખારીથી અંબાજી સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ભાદરવા સુદ બારસના દિવસે પગપાળા સંઘ સંખારીથી અંબાજી પ્રસ્થાન પામે છે. જેમાં 100થી વધુ ધર્મપ્રેમી યુવક-યુવતીઓ જોડાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસના લીધે પગપાળા સંઘ બંધ રહ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતા સંખારી ગામથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં ગામના 30 થી 35 યુવાનો બોલ મારી જય અંબે જય જય અંબેના નાદ અને ધજાઓ સાથે જોડાયા હતા. ભાદરવા મહિનામાં જગત જનની માં અંબાના ધામમાં લાખો માઇભક્તો પગપાળા સંઘ લઈને આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે તમામ સંઘોની પગપાળા યાત્રા બંધ હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતા પગપાળા સંઘ લઈને અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી જવા નીકળ્યા છે. અંબાજીમાં પણ પાંચમ બાદ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved