લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણની એન.જી.પટેલ પ્રા.શાળામાં સ્માર્ટ કોમ્પ્યુટર લેબનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ

પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળામાં સ્માર્ટ કોમ્પ્યુટર લેબના દાતા સ્વ.નાનીબેન જયંતિલાલ પટેલ હસ્તે જયંતિલાલ પરસોત્તમદાસ પટેલ,પ્રતિકભાઈ જયંતિભાઇ પટેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.જેમા દાતા તરફથી શાળાના તમામ બાળકો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.આમ આ પ્રસંગે શાળા-મંડળના હોદ્દેદારો દ્વારા દાતા તથા તેમના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગમાં ઉપસ્થિત દાતા જયંતિલાલ પરસોત્તમદાસ પટેલ,પ્રતિકભાઈ જયંતિભાઇ પટેલ તથા તેઓના સર્વ પરિવારજનો,ઉ.ગુ.યુ.મંડળના પ્રમુખ ડો.જે.કે.પટેલ,મંત્રી મનસુખભાઈ એન.પટેલ,મોતીભાઈ ડી.પટેલ (ફાર્માસિસ્ટ, યુ.એસ.એ),સહમંત્રી અશોકભાઈ જી.પટેલ,ખજાનચી મહેન્દ્રભાઈ વી.પટેલ,પા.ન.પા કોર્પોરેટર મનોજભાઈ પટેલ,વી.કે.ભુલા આચાર્ય અશોકભાઈ પટેલ,શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ તથા શાળા પરિવારે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો.