લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણના સ્પોર્ટસ સંકુલમાં સ્વીમીંગ પુલનો પ્રારંભ કરવામાં આવ્યો

પાટણમા ઉનાળાની કારમી ગરમીમાં લોકો,યુવા વર્ગ અને મહિલા વર્ગને રાહત મળે તે માટે પાટણ જિલ્લા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજથી આગામી ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવેલા સ્વિમિંગ પુલમાં સવારે પુરુષોની ત્રણ સાંજે મહિલાઓની એક બેચ અને તે પછી પુરુષોની બે બેચનો સમાવેશ કરવામા આવ્યો છે.જેમા પ્રથમ દિવસે સવારે 3 બેચમા 300થી વધુ જ્યારે મહિલાઓની બેચમા 30થી વધુની સંખ્યા જોવા મળે છે.જેના માટે 1000 ફોર્મ વહેંચવામાં આવ્યા હતા.જેમાથી 800 ફોર્મ ભરીને પરત આવ્યા છે.જે પૈકી ઘણા તરણબાજો આગામી સમયમાં જોઇન કરશે.