લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણમાં ચણા-રાઇના ટેકાના ભાવે ખરીદીને લઈ 13 સેન્ટર કાર્યરત કરાયા

પાટણ જિલ્લામાં ટેકાના ભાવે દેશી ચણા અને રાઈની ખરીદી માટે ખોલવામા આવેલ સેન્ટરો ખાતે ખેડૂતો તેમનો માલ વેચીને પોષણયુક્ત ભાવ મેળવી રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને તેમના વિવિધ ખેતપેદાશોના પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરી ખેડૂતોનો માલ ખરીદવા વિવિધ જિલ્લામાં ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં પાટણ જિલ્લામાં ચણા અને રાઈના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા પાંચ તાલુકામાં 10 માર્ચ થી 90 દિવસ સુધી ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામા આવ્યા છે.આમ જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ચાર સેન્ટર ખોલવામાં આવ્યા છે.જેમા 13 ખરીદ કેન્દ્રો ખોલાયા છે.જેમાં સમીમાં 6,શંખેશ્વરમાં 4,હારીજ,રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં એક-એક કેન્દ્રનો સમાવેશ થાય છે.