લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા સિદ્ધપુર ચારરસ્તાના ટ્રાફિકનો સર્વે શરૂ કર્યો

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ અંતર્ગત ટ્રાફિકનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.જેમાં 14 લોકોની ટીમે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી કેટલા વાહનો પસાર થાય છે તેની નોંધ કરી છે.આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાહનો વધી રહ્યા છે ત્યારે પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ અંતર્ગત શહેરમાંથી કેટલા વાહનો પસાર થાય છે તેમાંથી કેટલા શહેરમાં પ્રવેશે છે જેનો સર્વે આજથી શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સવારે 9:00 થી 12 અને બપોરે 12:00 થી રાત્રે 8 એમ બે સીફ્ટમાં 14 જેટલા માણસો દ્વારા વાહનોની નોંધ કરવામાં આવી રહી છે.