પાટણની નૂતન કો.ઓપ સોસાયટીના રહીશોએ ભુગર્ભ ગટરમાંથી છાશના ટેન્કરો ધોવાયેલા પાણી તેમજ ગટરના ગંદા પાણી દ્વારા અતિશય દુર્ગંધ મારતુ પાણી આવતા આ અંગે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.આમ પાટણના સિધ્ધપુર હાઇવે પર આવેલી નૂતન કો.ઓ.સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા બે માસથી ભુર્ગભ ગટરના ઢાંકણાંમાંથી છાશ જેવો પદાર્થ બહાર નીકળતા નૂતન સોસાયટી તેમજ આસપાસમા આવેલ 300 જેટલા ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે જેને લઈ અવારનવાર સ્થાનીક પદાધિકારીઓ અને પાલીકાના વહીવટદાને રજૂઆત કરવામાં આવી છે તેમછતાં કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી.આમ કોરોના જેવી મહામારીના સમયમાં લોકોના આરોગ્ય સાથે વધુપડતી હાની ન થાય તે માટે સત્વરે ભુગર્ભ ગટરમાંથી પાણી તેમજ ગટરના ગંદા પાણી દ્વારા અતિશય દુર્ગંધ મારતુ પાણી બંધ કરવા માટે પાલિકાના પ્રમુખને સોસાયટીના રહીશોએ લેખીત રજૂઆત કરી હતી.ત્યારે જો આનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેમ પણ જણાવ્યું હતું.
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved