લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણવાડા વણકર સમાજમા સમૂહલગ્ન યોજાયા

પાટણવાડા વણકર સમાજ આયોજિત 19માં સમૂહલગ્ન સમારોહમાં વણકર સમાજના વિવિધ ગોળ,પરગણાના નવયુગલોએ સમૂહલગ્ન માં જોડાઈને સમાજની સામાજીક એકતાની ભાવનાને મજબૂત બનાવી હતી.આ પ્રસંગે સામાજીક આગેવાનો,દાતાઓ,કાર્યકરો,અધિ કારીઓ અને પદાધિકારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને બિરદાવ્યું હતુ.આ સમૂહલગ્ન સમારોહમાં સમારંભનાં પ્રમુખ તરીકે પ્રફલભાઈ પી.મકવાણા (ચાંદખેડા),મુખ્ય મહેમાન રામજીભાઈ બબાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.આ સિવાય સમગ્ર સમૂહલગ્નનાં ભોજનદાતા તરીકે મેહુલ હેમાંભાઈ ડી.વાઘેલા તેમજ મુખ્ય મહેમાનોમાં જેન્તીભાઈ જાદવ,મફતલાલ વી.પરમાર,ડો.જયેશ કે.અંજાન,મહેન્દ્રકુમાર એમ પરમાર તેમજ અતિથિ વિશેષમાં સ્વ.સદાભાઈ એન.સોલંકી પરિવાર સહિતના લોકોએ સમુહલગ્નમાં મહેમાન બનવાનો લાભ લીધો હતો.સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપત્તિઓને સમાજનાં દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાતો આપી પ્રોત્સાહિત કર વામા આવ્યા હતા.