લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહારના પટનામાં રિફાઈન્ડ ઓઈલના ગોડાઉનમાં આગ લાગી

બિહારના પટનામાં રિફાઈન્ડ ઓઈલના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગી હતી.જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.જેની જ્વાળાએ બીજા પણ બે ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લીધા હતા.આમ સમગ્ર રિફાઈન્ડ ઓઈલ અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન આગની લપેટમાં આવી ગયુ છે જેના કારણે લોકો પોતાના ઘરોમાંથી બૂમો પાડવા લાગ્યા હતા.જે અંગેની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.ત્યારે તેઓએ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જેને કારણે ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી રિફાઈન્ડ ગોડાઉન અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.