લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / પેટ્રોલ અને ડીઝલમાં ફરીએકવાર 28-28 પૈસાનો ભાવવધારો કરવામાં આવ્યો

ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનો સિલસિલો યથાવત રહેતો હોય તેમ વધુ એકવખત ભાવવધારો થયો છે.આમ આંતરરાષ્ટ્રીય ક્રુડતેલની તેજીની અસરે ભારતમાં પેટ્રોલીયમ ચીજોમાં ભાવવધારો થઈ રહ્યો છે.ત્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ.91 થયો હતો જ્યારે ડીઝલનો ભાવ 91.48 થયો હતો.જેના કારણે વાહનચાલકો તથા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સતત બોજ વધી રહ્યો છે.જેમાં પરિવહન મોંઘુ થવાથી આવશ્યક ચીજોમાં પણ મોંઘવારીનો માર પડવાની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે.આમ મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂા.100ને વટાવી રૂ.100.47ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે ડીઝલનો ભાવ વધીને રૂ.92.45 થયો હતો.જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.94.23 તથા ડીઝલનો ભાવ રૂ.85.15 થયો હતો.કોલકાતામાં પેટ્રોલ રૂ.94.25 તથા ડીઝલ રૂ.88 હતું.