લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફિલિપાઈન્સમાં ફેરીમા આગ લાગી અનેક લોકો ગુમ થયા

દક્ષિણ-પૂર્વ એશિયન દેશ ફિલિપાઈન્સમાં વર્તમાનમાં મોટી હોનારત સર્જાઈ હતી.જેમા 250 લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી હતી.જે દુર્ઘટનામાં અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા છે જયારે અનેક લોકો દાઝી ગયા છે.જે ભીષણ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ દુર્ઘટના પેસિફિક મહાસાગરમાં ત્યારે થઇ હતી જ્યારે ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી એક ફેરી આગની લપેટમાં આવી ગઈ હતી.જેમાં 12 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 7 લોકો ગુમ થયા છે.ત્યારબાદ કોસ્ટગાર્ડ,નેવી અને અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી મોટાભાગના લોકોને બચાવી લેવામા આવ્યા હતા.