લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફિલિપાઈન્સ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ મિસાઈલ માટેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે.જેમાં 374 મિલિયન ડોલરની આ ડીલ માટે બ્રહમોસ બનાવતી કંપનીબ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે ફિલિપાઈન્સ સરકારે કરાર કર્યા છે.જેમાં ફિલિપાઈન્સના ટોચના સંરક્ષણ અધિકારીઓ તેમજ ભારતના ફિલિપાઈન્સ ખાતેના રાજદૂત આ દરમિયાન હાજર રહ્યા હતા.જેમાં બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતા ફિલિપાઈન્સની નૌસેનાને મજબૂત કરશે.આ એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ 350 થી 400 કિમી દુર સુધી માર કરી શકે છે.તેની ઝડપ અવાજ કરતા લગભગ ત્રણ ગણી વધુ છે.જેના પગલે તેને ટાર્ગેટ કરવી પણ સહેલી નથી.