લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફિલિપાઈન્સમાં રાય તોફાનથી 208 લોકોના મોત થયા

ફિલિપાઈન્સ વર્તમાનમાં વર્ષના સૌથી ભયંકર તોફાનથી ઝઝૂમી રહ્યુ છે. જેનુ નામ રાય રાખવામાં આવ્યુ છે. જેના કારણે ફિલિપાઈન્સમાં અત્યારસુધી 208 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 4 લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્યારે બોહોલ દ્વિપીય પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં 72થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો લાપતા છે. ભૂસ્ખલન અને પૂરના કારણે જે લોકોના મોત થયા છે તેમનો આંકડો એકઠો કરવામાં આવી રહ્યો છે. જ્યારે તોફાનના કારણે કેટલાક સ્થળ પર વિજળી,પાણીની સપ્લાય વિક્ષેપિત છે જેનાથી લોકો પરેશાન છે. રાયને 5મી કેટેગરીનુ તોફાન માનવામાં આવ્યુ છે જે ભયાનક છે. બોહોલ પ્રાંતની સાથેસાથે આને સેબૂ,લેયતે,સુરિગાઓ ડેલ નોર્ટ પ્રાંતને ચપેટમાં લીધુ છે. જેમાં સર્ફિંગનુ સ્થળ સિરગાઓ અને દીનાગટ દ્વીપ સમૂહ આનાથી પ્રભાવિત છે. ફિલિપાઈન્સ દર વર્ષે 20 ભયંકર તોફાનોનો સામનો કરે છે.