લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ કેર્સ ફંડનો ઉપયોગ ઓક્સિજનની અછત દૂર કરવા માટે કરાશે

ગુજરાત સહિત સમગ્ર દેશના 12 જેટલા રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ ગઈ છે.જેને પહોંચી વળવા માટે તાકીદના પગલાં લેવાઈ રહ્યાં હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું.જેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,ગુજરાત,ઉત્તરપ્રદેશ,દિલ્હી,છત્તીસગઢ,કર્ણાટક,કેરળ,તમિલનાડુ,પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ ગઈ છે.ત્યારે આ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી ઓક્સિજનના જથ્થાને પહોંચી વળવાનું મુશ્કેલ બન્યું છે.ત્યારે સરકારે પી.એમ કેર્સ ફંડની મદદથી ઓક્સિજનની અછત દૂર કરવાની જાહેરાત કરી છે.આમ આ ફંડમાંથી 100 મોટી હોસ્પિટલોમાં ઓક્સિજનના પ્લાન્ટ બનાવાશે.

આમ વર્તમાનમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે સરકાર પી.એમ કેર્સ ફંડનો ઉપયોગ કરીને 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરશે એવું કહેવાયું હતું.