લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડાપ્રધાન મોદી આગામી 26 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન મોદી આગામી 26 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે.આ સિવાય સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં આગામી 17 એપ્રિલે રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે.આમ ચેન્નઈ ખાતે ગત 19મી માર્ચે સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો,થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પોર્ટલ લોન્ચ થયાના 24 કલાકમા 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને સારો પ્રતિસાદ આપ્યો હતો.આમ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનુ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાનું આયોજન કરાશે.