Error: Server configuration issue
Home / રાષ્ટ્રીય / 14 કરોડ રાશન બેગનુ વિતરણ જ્યારે પાંચ કરોડ પોસ્ટકાર્ડ થકી આગામી ત્રણ સપ્તાહ સુધી પીએમ મોદીનો જન્મદિવસ ઉજવાશે
પીએમ મોદીનો આગામી 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી અલગ-અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે. જેમાં દેશમાં 14 કરોડ રાશન બેગ વહેંચાશે તેમજ દેશભરમાંથી થેન્ક્યુ મોદીજી લખેલા 5 કરોડ જેટલા પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે. દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈપ્રોફાઈલ કેમ્પેન હાથ ધરવામાં આવશે. જેમાં સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.આ સિવાય પીએમ મોદીના જીવન પર ભાજપ દ્વારા સેમિનારો યોજવાનુ પ્લાનિંગ કરાયુ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved