વડાપ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે.ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા શિક્ષક સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતાં.જ્યાં તેમણે શિક્ષકોને સંબોધિત કર્યા હતાં.ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં.જ્યાં તેમણે રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતુ.જેમાં તેમણે કહ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે.આ નીતિ અમલમાં લાવવાથી બાળકોનું જીવન આ શિક્ષણ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે.જેમા વિદ્યાર્થીઓ માટે માહિતીના અલગ-અલગ સ્ત્રોત છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે.જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ,વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ,માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ,ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved