લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સિકંદરાબાદને પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગનામાં કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ધાટન કર્યુ હતું.જેમાં પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની બીજી બેચને લીલીજંડી આપી હતી.આમ કેસીઆર બેગમપેટ એરપોર્ટ પર પીએમના સ્વાગતમાં હાજર રહ્યા નહોતા.આમ રાજ્યમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ત્યારે બીજીબાજુ કેસીઆર પોતાની પાર્ટીને અન્ય રાજ્યોમા વિસ્તાર વધારવા કોશિશ કરી રહ્યા છે.આ ઉપરાંત તેમણે તેલંગાણામાં રૂ.11,300 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કર્યો હતો.હૈદરાબાદની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેર સભામાં પણ હાજરી આપી હતી.આ સાથે હૈદરાબાદ પાસેના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બીબીનગર અને પાંચ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.