લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 3,265 આવાસોનું ઈ-લોકાર્પણ કરાશે

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જુદીજુદી યોજના હેઠળ પાંચ લોકેશન પર રૂ.285.12 કરોડના 3265 જેટલા આવાસ બનાવવામા આવ્યા છે.ત્યારે તૈયાર થયેલા આ આવાસ માટે લાભાર્થીઓને આપવાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાખવામા આવ્યો છે.જેમાં આગામી 12મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં આવશે તે સમયે સુરતના આવાસોનું લોકાર્પણ કરશે.જેમાં સુરતના ત્રણ લાભાર્થીઓને વડાપ્રધાનના હસ્તે આવાસની ચાવી અર્પણ કરવામા આવશે.