લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદીએ ઈદ ઉલ ફિત્રની શુભકામનાઓ પાઠવી

વડાપ્રધાન મોદીએ મુસ્લીમ બિરાદરોના પર્વ ઈદ-ઉલ-ફિત્રના અવસરે દેશમાં સૌને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને લોકોના સારા સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી.આજેમાં તેઓએ લખ્યું હતું કે ઈદ-ઉલ-ફિત્રની શુભકામના આપણા સમાજમાં સદભાવ અને કરૂણાની ભાવનાને આગળ વધારવામાં આવે.હું બધાને અદભુત સ્વાસ્થ્ય અને કલ્યાણના માટે પણ પ્રાર્થના કરું છું.ઈદ મુબારક તેમણે જણાવ્યું હતું કે ઈદ ઉલ ફિત્ર શાંતિ,ચાઈચારા,માનવતા અને પ્રેમનો સંદેશ આપે છે.હું ઈચ્છું છું કે દેશમાંથી બધી બુરાઈઓ દુર થાય અને દરેક જગ્યાએ ખુશી ફેલાય.દેશ આગળ વધતો રહે અને સમૃદ્ધ થતો રહે.