લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી રૂ.100નો સિક્કો બહાર પાડશે

પીએમ મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરે છે.ત્યારે આગામી સમયમા આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે.ત્યારે આ પ્રસંગે પીએમ મોદી રૂ.100નો નવો સિક્કો બહાર પાડશે.જે નવા રૂ.100ના સિક્કાની સાઈઝ 44 એમ.એમ હશે.આ સિક્કાને ચાર ધાતુઓમાંથી બનાવવામાં આવ્યો છે.આ ચાર ધાતુમાં ચાંદી 50 ટકા,તાંબુ 40 ટકા,નિકલ 0.5 ટકા અને ઝિંક 0.5 ટકા હશે.સિક્કાના આગળની બાજુ પર કેન્દ્રમાં અશોક સ્તંભના સિંહ ઉપરના ભાગે હશે.જેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે.સિક્કાની બીજીબાજુ મન કી બાતના 100મા એપિસોડનો લોગો હશે.આ લોગોમાં માઇક્રોફોનની ઈમેજ અને તેની સાથે ધ્વનિ તરંગો પર વર્ષ 2023 લખેલું હશે.