લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાને ગુરૂદેવ ટાગોરની જન્મ-જયંતિએ શ્રદ્ધાંજલી અર્પી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પી હતી.જેઓએ આ પ્રસંગે કહ્યું હતું કે તેઓએ ચિત્રકલાથી સંગીત અને શિક્ષણ થી સાહિત્ય સુધીના વ્યાપક ફલક પર અનેકવિધ ક્ષેત્રોમાં પણ ન ભૂંસાય તેવી છાપ પાડી છે.આ પ્રસંગે આપણે ગુરૂદેવનાં સમૃદ્ધ,પ્રગતિશીલ અને જાગૃત ભારતનાં દર્શનને સાકાર કરવા પ્રયત્નશીલ રહીએ.જેઓ માત્ર ૮ વર્ષના જ હતા ત્યારથી કવિતાઓ લખતા હતા અને 16 વર્ષના થયા ત્યાં સુધીમાં લઘુ-નવલો લખતા સાથે નાટકો પણ લખતા હતા.તેઓ એક સમાજ સુધારક હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેઓએ ભાગ ભજવ્યો હતોતેઓે શાંતિ-નિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી.તેઓનાં કાવ્ય ગુચ્છ ગીતાંજલિ માટે 1931માં તેઓએ સાહિત્યનું નોબેલ પ્રાઈસ અપાયું હતુ.આમ 9 મે 1861ના દીવસે કોલકત્તામાં રવીન્દ્રોનાથ ઠાકુરનો જન્મ થયો પછીથી તેઓનું નામ બદલી રવીન્દ્રનાથ ટાગોર થયુ હતું.તેઓનાં માતુશ્રી શારદા દેવી અને પિતાશ્રી દેવેન્દ્રનાથ બંને ધર્મસુધારકો અને સમાજસુધારકો હતાં.પરંતુ માતુશ્રીનું રવીન્દ્રનાથ બાળક હતા ત્યારે જ નિધન થતાં તેઓને દાસીઓએ જ ઉછેર્યા હતા.રવીન્દ્રનાથને કાવ્યો લખવાની ધૂન હતી પરંતુ પિતાશ્રી બેરિસ્ટર બનાવવા માગતા હતા તેથી તેઓને ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં શેક્સપીયરનાં ક્થાનકો કેટિયોવેનસ અને એન્ટની એન્ડ કવીસોમેટા વગેરે ખૂબ પ્રિય બની રહ્યાં હતાં.તેઓએ ત્યાં અભ્યાસ અધૂરો છોડી દીધો.ભારત આવ્યા કાવ્યોમાં મસ્ત બની રહ્યા.તેઓનાં ગીતાંજલિ કાવ્ય સંગ્રહ અદ્ભુt હતો તેથી તેઓને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ અપાયુ હતું.