લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં રૂ.28,૦૦૦ કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં જયરામ ઠાકુરના નેતૃત્ત્વવાળી ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મંડીમાં રૂ.28,197 કરોડથી વધુના 287 રોકાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલા પડ્ડાલ ગ્રાઉન્ડમાં જયકામ ઠાકુરના નેતૃત્ત્વવાળી ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમા ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે રાજ્યના લોકોને લાભ થયો છે.આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત સ્કીમની જેમ હિમાચલ પ્રદેશ સરકારે હિમકેર નામની આવી સ્કીમ શરૂ કરી છે. જે બંને સ્કીમને કારણે રાજ્યના 1.25 લાખ રહેવાસીઓને મફતમાં સારવાર મળી રહી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે શરૂ કરાયેલા પ્રોજેક્ટને કારણે રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.