લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ મોદીએ જોન્ટી રોડસ અને ક્રિસ ગેલને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી

ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ સાઉથ આફ્રિકાના અને વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ક્રિકેટરો જોન્ટીરોડસ અને ક્રિસ ગેલને પત્ર લખીને ભારત તરફથી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.જેમાં જોન્ટી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ફિલ્ડિંગ કોચ છે.આ સિવાય તેઓ ઘણો સમય ભારતમાં પસાર કરે છે.જેમણે પોતાની પુત્રીનું નામ ઈન્ડિયા રાખ્યુ છે.જ્યારે ક્રિસ ગેલ પણ ભારતમાં ભારે લોકપ્રિય ખેલાડીઓમાંના એક છે.આમ જોન્ટીને લખેલા પત્રમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે તમને અમારા ગણતંત્ર દિવસ માટે શુભેચ્છાઓ.ભારત અને તેની સંસ્કૃતિ સામે તમારો ગાઢ નાતો બન્યો છે.જ્યારે તમે તમારી પુત્રીનુ નામ આ મહાન દેશના નામ પર રાખ્યુ ત્યારે જ આ વાત સાબિત થઈ ગઈ હતી અને તમે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સારા સબંધો માટે બ્રાન્ડ એમ્બેસેડર છો.