લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક ટાઈગર રિઝર્વની મુલાકાતે પહોચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકનાં બાંદીપોર ટાઈગર રિઝર્વની મુલાકાતે ગયા હતા.જેમા પ્રોજેક્ટ ટાઈગરની સુવર્ણ જયંતિ નિમિત્તે તેઓએ આ વિસ્તારની મુલાકાત દરમિયાન 20 કીમીની મુસાફરી કરી હતી.ત્યારે તેઓ ત્યાંથી તમિલનાડુમાં આવેલા થેપ્પા કુડુ એલીફન્ટ પણ ગયા હતા.ત્યાં ઓસ્કાર વિજેતા ડોક્યુમેનટરી ધ એલીફન્ટ વીશ્પર્સ ઉતરી હતી તેની પણ મુલાકાત લીધી હતી.આમ તેમની 20 કિલોમીટરની વનયાત્રા દરમિયાન વડાપ્રધાન વનવિભાગના કર્મચારીઓ-અધિકારીઓને મળી ભૂમિગત પરિસ્થિતિ વિષે માહિતી મેળવી હતી આ સિવાય વન પ્રાણીઓ માટે પીવાનાં પાણીનાં વોટર હેબ્સ વિષે માહિતી મેળવવા અને વધુ વોટરહોલ્સ રચવા સૂચના આપી હતી.ત્યારપછી તેઓએ સાંજે મીસુરીમાં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટીના ઉદ્ધાટન સમારોહમા હાજરી આપી હતી.તે પછી દેશમાં વાઇલ્ડ લાઇફ સેકટરમાં થઇ રહેલી પ્રગતિ દર્શાવતાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી.