લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પીએમ મોદીની ડો.તોમિયો મિજોકામી સાથે મુલાકાત થઈ

પીએમ મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનમા છે.ત્યારે બેઠકોના વ્યસ્ત શિડ્યુલમાંથી તેઓએ સમય કાઢીને હિરોશીમામાં જાપાનના ડોકટરને અલગથી મળ્યા હ તા.જેમાં તોમિયો મિજોકામી એક લેખક છે અને તેઓ હિન્દી તેમજ પંજાબી ભાષાના સારા એવા જાણકાર છે.ત્યારે તેઓ ભારતીય સંસ્કૃતિને જાપાનમા પ્રમોટ કરવા માટે તેમજ ભારત-જાપાનના સબંધોને ઘનિષ્ઠ કરવામાં તેમનુ ઘણુ યોગદાન છે.તેમનો જન્મ જાપાનના કોબે શહેરમાં થયો હતો.જ્યાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા.ત્યારે તેમનુ હિન્દી સાંભળીને તોમિયો મિજોકામી પર પણ પ્રભાવ પડ્યો હતો અને તેમણે હિન્દી શીખવાનુ શરૂ કર્યુ હતુ.તેઓ ભારતના પ્રથમ પીએમ જવાહર લાલ નહેરૂના પણ ચાહક છે.આમ આ પ્રસંગે તોમિયો મિજોકામીએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે જાપાનમાં વિશ્વ હિન્દી સંમેલનનુ આયોજન કરવામાં આવે.તોમિયો મિજોકામીને હિન્દી ભાષા તેમજ ભારતીય સંસ્કૃતિેને જાપાનમાં પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2018માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા.આ પહેલા યુપી સરકારે 2001મા તેમને હિન્દી રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.