લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પીએમ મોદીએ પંજાબ પહોચી પ્રકાશસિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી

પીએમ મોદી અકાલી દળના વડા અને દેશના સૌથી વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલને ચંદીગઢમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.પંજાબના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન બપોરે 12 વાગ્યે ચંદીગઢ પહોંચવાના હતા.પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી તે દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહરસિંહ ખટ્ટર તેમજ અન્ય મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ પંજાબના 5 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલનું મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.પ્રકાશસિંહ બાદલ 95 વર્ષના હતા.જેઓના નિધન પર દેશની રાજ્ય સરકારોએ શોક વ્યક્ત કર્યો છે.ત્યારે બિહાર સરકારે બે દિવસના રાજકીય શોકનો આદેશ જારી કર્યો છે.જે મુજબ આગામી 26 અને 27 એપ્રિલ એમ બે દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.આ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ રાષ્ટ્રીય ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે તેમજ કોઈ સરકારી કાર્યક્રમ કે સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.