વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત કરશે.આ દરમિયાન પ્રથમ તબક્કાના મતદાનમા આવતા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આમ વધતા જતાં કોરોના કેસોને કારણે ચૂંટણીપંચે 31 જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડશો પર પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે જો ચૂંટણીપંચ વર્તમાન પ્રતિબંધને લંબાવશે તો વડાપ્રધાન સમાન વર્ચ્યુઅલ રેલીઓને સંબોધિત કરી શકે છે.31 જાન્યુઆરીએ રેલીનું આયોજન એ રીતે કરવામાં આવશે કે તે એકસમયે પશ્ચિમ યુપી ક્ષેત્રના ઓછામાં ઓછા 4 થી 5 જિલ્લાઓને આવરી લે.આ રેલીમા સહારનપુર,બાગપત,શામલી, મુઝફ્ફરનગર અને ગૌતમબુદ્ધ નગર જેવા જિલ્લાઓને આવરી લેશે.જેમાં પાર્ટી આ રેલી દ્વારા લગભગ 21 વિધાનસભા મતવિસ્તારો સુધી પહોંચવાની યોજના ધરાવે છે. જેને ગોઠવવા માટેનો ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ જિલ્લાઓમાં પીએમની વર્ચ્યુઅલ રેલી માટે દરેક બીજેપી મંડળ પાસે એલઇડી સ્ક્રીન હશે. લગભગ 500 લોકોને એક એલઇડી સ્ક્રીન પર લાવવાનું લક્ષ્ય છે.આ રીતે, પાર્ટી એલઇડી સ્ક્રીન દ્વારા લગભગ 50,000 લોકો સુધી પહોંચવાની યોજના ધરાવે છે.અત્યારસુધી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા,મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ,નાયબ મુખ્ પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય,યુપી ભાજપના વડા સ્વતંત્રદેવ સિંહ અને અન્ય સહિત ભાજપના નેતાઓ પશ્ચિમ યુપીમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved