લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જોયો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મન કી બાતના 99માં હપ્તાનું જીવંત પ્રસારણ સાબરકાંઠાના કાંકણોલના ગ્રામજનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું.જેને લઈ મુખ્યમંત્રી કાંકણોલ ખાતે પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિરમાં ગ્રામજનો સાથે બેસીને વડાપ્રધાનના મન કી બાતના એપિસોડનું જીવંત પ્રસારણ નિહાળવામાં ગ્રામજનો સાથે જોડાયા હતા.ત્યારે આ એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન,નારીશક્તિ,સ્વચ્છ ઊર્જા,એક ભારત શ્રેષ્ઠ એકતા,17 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર-તમિલ સંગમ સંમેલન,કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી,કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લવેન્ડરના ફૂલની ખેતી,કુપવાડામાં માતા શારદાના નવનિર્મિત મંદીર સહિતના વિષય અંગે વિસ્તૃત વાત કરી હતી.આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા,હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા,પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા.