લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પોલેન્ડ સરકારે રૂ.100 અબજ પાઉન્ડનુ સેના બજેટ ફાળવ્યુ

રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધમાં યુક્રેનની મદદ કરી રહેલા પોલેન્ડને રશિયાના આક્રમણનો ડર લાગી રહ્યો છે.ત્યારે પોલેન્ડે પોતાની સેનાને વધુ શક્તિશાળી બનાવવાનુ નક્કી કર્યુ છે.ત્યારે પોલેન્ડે સેનામાં સૈનિકોની સંખ્યા વધારીને 3 લાખ કરવાનુ નક્કી કર્યુ છે.આ સિવાય પોલેન્ડ 2000 ટેન્ક,રોકેટ લોન્ચર,ફાઈટર જેટસ અને યુધ્ધ જહાજો ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે.જે ખરીદી બાદ પોલેન્ડની સેના વધુ સુસજ્જ બનશે.પોલેન્ડે 2035 સુધીમાં સેનાને તાકાતવર બનાવવાનો લક્ષ્યાંક મુક્યો છે.ત્યારપછી પોલેન્ડ યુરોપમાં આર્ટિલરી અને સૈનિકોના મામલે સૌથી શક્તિશાળી દેશ બની જશે.પોલેન્ડે દક્ષિણ કોરિયા સાથે 48 એફ.એ-50 પ્રકારના ફાઈટર જેટસની ડીલ કરી છે.આ ઉપરાંત અમેરિકા પાસે તે 32 એફ-35 સ્ટેલ્થ ફાઈટર જેટસ તેમજ 100 અપાચે ફાઈટર હેલિકોપ્ટર ખરીદવાનુ છે.જેને લઈ ગયા વર્ષે પોલેન્ડે પોતાની સેનામાં 16,000 નવા સૈનિકોનો ઉમેરો કર્યો છે.