લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પુડુચેરી સરકારે કોરોનાના કેસ વધતા ફરી માસ્ક ફરજિયાત કર્યો

દેશમાં કોરોનાના ફરી રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે.ત્યારે કોરોનાના કેસોમાં વધારો થતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે.જેમા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે.ત્યારે પુડુચેરી સરકારે આ અંગે મોટી કાર્યવાહી કરી છે.જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.જેમાં જાહેર સ્થળો,બીચ રોડ,પાર્ક અને થિયેટરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.આ સિવાય હોસ્પિટલ,રેસ્ટોરાં,હોસ્પિટાલિટી તેમજ મનોરંજન ક્ષેત્રો,સરકારી કચેરીઓ અને વ્યાપારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે.