લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પોરબંદર-રાજકોટ વચ્ચે વધારાની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમા રાખીને પશ્ચિમ રેલવેએ પોરબંદર-રાજકોટ વચ્ચે 7 એપ્રિલ થી 30 જૂન 2023 સુધી વિશેષ ભાડા પર એક વધારાની વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.જેમાં ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 7.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11.40 કલાકે રાજકોટ પહોંચશે,ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ રાજકોટથી દરરોજ 15:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19:15 કલાકે પોરબંદર ખાતે પહોંચશે.જેમાં આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં રાણાવાવ,વાંસજાળીયા,બાલવા,જામજોધપુર,પાનેલી મોટી,ભાયાવદર,ઉપલેટા,ધોરાજી,જેતલસર,નવાગઢ,વિરપુર,ગોંડલ,રીબડા અને ભક્તિનગર સ્ટેશને ઉભી રહેશે.