લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ્રકાશસિંહ બાદલનું સ્વાસ્થ્ય લથડતા ચંદીગઢની પીજીઆઈમાં દાખલ કરાયા

અકાલી દળના સ્થાપક પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું સ્વાસ્થ્ય લથડતા તેમને તાત્કાલીક ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજ્યુકેશન અને રિસર્ચમાં દાખલ કરવામાં આવ્યા છે.જેઓ ગત મહિને કોરોના પોઝીટીવ હતા અને સ્વસ્થ થયા બાદ તેઓએ પોતાની લાંબી વિધાનસભા બેઠક પર ઉમેદવારીપત્રક ભર્યું હતું પણ સવારે તેમનું સ્વાસ્થ્ય લથડયું હતું અને તેમને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.