દેશમાં કાનપુર બાદ પ્રયાગરાજમાં આગ લાગી હતી.જેમા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોક વિસ્તારમાં પોલીસ ચોકી ઘંટાઘરની સામે આવેલા નેહરૂ કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેમા કપડાની દુકાનમાં લાગેલી આગ ધીમેધીમે ડઝનો દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.જેમાં કપડાની દુકાનોથી માંડીને ફૂટવેર,કોસ્મેટિક અને પ્રમોશનલ મટિરિયલની દુકાનોમાં આગ લાગી ગઈ હતી.આમ આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ નેહરૂ કોમ્પ્લેક્સની 40 થી 50 દુકાનોમાં ફેલાઈ ગઈ હતી.આ બાબતની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.જેમાં ફાયર બ્રિગેડની 20 ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાયા બાદ પણ અંદરથી આગ ભભૂકી રહી છે.આ ઉપરાંત આગ બુઝાવવા માટે મહાનગરપાલિકાના જેસીબી મશીનોને પણ સ્થળ પર લાવવામાં આવ્યા છે.જેની મદદથી આગ ઓલવવાની કામગીરી કરવામા આવી રહી છે.બીજીતરફ સાવચેતીના ભાગરૂપે નજીકની દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. આમ પોતાની નજર સામે દુકાન સળગતી જોઈને દુકાનદારો પોતાના આંસુ રોકી શકતા નથી.જેમાં પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઘણા વર્ષો પહેલા ચોક વિસ્તારમાં નેહરૂ કોમ્પ્લેક્સ નામની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી હતી.પરંતુ આમાં ફાયર ફાઈટિંગના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું.જેના કારણે આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે.આ કોમ્પલેક્સમાં 210 જેટલી દુકાનો છે જેમાંથી 50 દુકાનોમાં આગ ફેલાઈ ચૂકી છે અને કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved