રાષ્ટ્રપતિના કાફલાના વિશેષ ઘોડા વિરાટને પ્રેસિડેન્ટ બોડીગાર્ડના ચાર્જર તરીકે ભારતીય સેનાએ વિશેષ સમ્માન આપ્યું છે.જેમાં વિરાટને તેમની યોગ્યતાઓ અને સેવાઓ માટે ચીફ ઓફ આર્મી સ્ટાફે કોમનડેશન કાર્ડથી સમ્માનિત કર્યો હતો. આમ વિરાટ પ્રશસ્તિપત્ર મેળવનાર રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલાનો પ્રથમ ઘોડો છે.વિરાટને તેમની નિસ્વાર્થ અને ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે. વિરાટને છેલ્લા 13 વર્ષથી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિઓની સાથે-સાથે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક પરેડોમાં અનુગ્રહ અને ગૌરવ સાથે એસ્કોટ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે.જે પરેડ દરમિયાન વિરાટને સૌથી વિશ્વાસુ ઘોડો માનવામાં આવે છે. આમ આ કોઈ સામાન્ય ઘોડો નથી,પરંતુ દેશના રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં સામેલ વિરાટ ઘોડો છે જેને પ્રેસિડેન્ટ બોડીગાર્ડનો ચાર્જર પણ કહેવામાં આવે છે.વિરાટ રિમાઉંટ ટ્રેનિંગ સ્કૂલ હેમપુરથી વર્ષ 2003માં રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં સામેલ થયો હતો.આ હોનોવેરિયન નસ્લનો ઘોડો પોતાના નામ અનુસાર ખુબ જ સીનિયર,અનુશાસિત અને આકર્ષક રંગરૂપનો છે.વર્ષ 2021માં ગણતંત્ર દિવસ પરેડ અને બીટીંગ ધ રિટ્રીટ સમારોહ દરમિયાન ઘોડાએ તેની વૃદ્ધાવસ્થા હોવાછતાં અસાધારણ રીતે સારુ પ્રદર્શન કર્યું હતું.વિરાટને વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખર્જીની ઔપચારિક પરેડોમાં અનુગ્રહ અને ગૌરવની સાથે એસ્કોટ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલું આછે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved