જી-7 દેશોની બેઠકોમાં વર્ચ્યુઅલ હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંત સુધીમાં અમેરીકાના પ્રવાસે જઇ શકે છે.આમ મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ બાઇડેન વચ્ચે અત્યારસુધીમાં ત્રણ વખત ટેલીફોનીક અને વર્ચ્યુઅલ મિટિંગ થઇ છે.ત્યારે વડાપ્રધાન મોદી વર્ષ 2021ના અંત સુધીમાં અમેરીકાની મુલાકાતે જઇ શકે છે.જેમાં કવાર્ડ દેશોનું સંગઠન છે તેના દરેક નેતાઓને બાઇડેન આગામી સમયમાં રૂબરૂ મળવા માંગે છે અને એક બાદ એક નેતાઓને અમેરીકાના પ્રવાસ માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.પરંતુ વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિ જોયા બાદ અમેરીકા યાત્રા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.આમ અમેરીકામાં બાઇડેન ગત વર્ષે રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા.પરંતુ ત્યારબાદ કોરોના સંક્રમણની સ્થિતિ જે રીતે ભારત અને દુનિયામાં બની છે તેથી વિદેશ પ્રવાસ પર બ્રેક લાગી ગઇ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved