રાજ્યમાં વર્તમાનમાં પીએસઆઇ અને એલઆરડીની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી વર્તમાનમાં 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ છે. ત્યારે હવે શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે.જેના માટેની તારીખ જાહેર થઈ ગઈ છે.જે 6 માર્ચ 2022ના રોજ યોજાશે.આ ઉપરાંત પીએસઆઇની ભરતી માટેની વેબસાઈટ https://psirbgujarat2021.in/ પર પણ આ માહિતી આપવામાં આવી છે જે મુજબ પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.6/3/2022ને રવિવારના રોજ કરવામાં આવેલું છે.જેમાં પ્રીલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.આમ પીએસઆઇ અને એલઆરડી બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી.જેમાં 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા 29 જાન્યુઆરી સુધી ચાલી હતી.જેમાં પીએસઆઇ માટે 4.50 લાખમાંથી 2.50 લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.આ ઉમેદવારો માર્ચ મહિનામાં યોજાનારી લેખિત કસોટી માટે તડામાર તૈયારી કરી રહ્યા છે.આમ પીએસઆઇમાં 1382 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે,જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે.બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા)માટે 98 જગ્યા છે.હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા,ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18,ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9,બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659,બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે.આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved